ખેલ મહાકુંભમાં ઢસા જંક્શન કે. વ.શાળાનો વિદ્યાર્થી ચક્રફેંક અને ગોળાફેંકમાં રાજ્યકક્ષાએ રમવા જશે.

આજ રોજ બોટાદના જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળાના બે સ્પર્ધામાં રાજ્યકક્ષાએ રમવા જવા માટે પોતાની કાબેલીયત દેખાડી હતી. ખેલ મહાકુંભ સ્પર્ધામાં હાલમાં જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે જેમાં આજે એથ્લેટિક્સ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદડ મુકામે રાખવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને બીજો નંબર મેળવેલ સ્પર્ધકો હાજર રહ્યા હતા. જેમાં ૨૦૦ મીટર દોડ સ્પર્ધામાં ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળાનો વિદ્યાર્થી જયદીપ દિનેશભાઈ ઝાપડિયા એ જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો, તો સુમિત જી. બલ્યા એ ગોળા ફેંકમાં જીલ્લામાં બીજો નંબર મેળવ્યો હતો. સુમિત બલિયાએ અન્ય એક સ્પર્ધામાં એટલે કે ચક્રફેકમાં પણ જિલ્લા કક્ષાએ બીજો નંબર મેળવીને રાજ્યકક્ષાએ આ બંને સ્પર્ધામાં જવા માટે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. જિલ્લા કક્ષાએ પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવનારને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને જે પહેલો અને બીજો નંબર આવે તેને રાજ્યકક્ષાએ રમવા માટે મોકલવામાં આવે છે.એટલે હવે પછી ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળાનો વિદ્યાર્થી ચક્રફેક અને ગોળાફેંક સ્પર્ધામાં આગામી સમયમાં નિયત કરેલ તારીખે બોટાદ જિલ્લાનું આ બંને સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળાની હોકીની ટીમ પણ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને રાજ્ય કક્ષાએ રમવા માટે અગાઉ જ પસંદગી પામેલ છે. એથ્લેટિકસમાં પણ વિદ્યાર્થીઓને શિક્ષક પ્રવીણભાઈએ માર્ગદર્શીત કર્યા હતા.


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



