વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. દવારા છેલ્લા ર૪ કલાકમાં કરજણ, વરણામા, મંજુસર પો.સ્ટે.ની હદમાંથી અલગ અલગ ૦૪ વિદેશી દારૂ ભરેલ કંન્ટેનરો ઝડપી પાડી દારૂની કુલ બોટલો નંગ ૭૭૩૬૪ કી.રૂ.૯૫,૩૫,૦૩૨/- તથા કંન્ટેનરો, મોબાઈલ ફોન, બેરલો વિગેરે મળી કુલ રૂ. ૧,૭૮,૨૨,૪૯૬/- નો વિશાળ મુદ્દામાલ જપ્ત કરાયો.
પોલીસ અધીક્ષકની કચેરી,
વડોદરા ગ્રામ્ય, વડોદરા
શ્રી સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.
શ્રી કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ ધ્વારા તાબાના અધિકારીશ્રી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ જે આધારે ગઈકાલ તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ (૧) શ્રી પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા (૨) શ્રી એસ.જે.રાઠવા પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ કરજણ તથા વરણામા તથા મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકીંગ/પેટ્રોલીંગની કાર્યવાહી માં હતા દરમ્યાન એલ.સી.બી. ટીમ ધ્વારા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૦૧ તથા વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૦૨ તથા મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૦૧ મળી કુલ-૦૪ કંન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
æ કરવામાં આવેલ કેસોની વિગત 80
કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે નંબર ૪૮ માગલેજ ગામે ચોકડી ઉપર ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર એલ.સી.બી. ટીમ પ્રોહી.વોચ તથા શંકાસ્પદ વાહન ચેકીંગની
કામગીરી દરમ્યાન એક કેન્ટેનર નંબર UP 70 GT 9989 ને ડ્રાઈવર અબ્દુલમલીક હમીદહુસેન ખાન રહે.આપટા તા.પનવેલ જી.રાયગઢ મહારાષ્ટ્રનો હાલ રહે. ગણેશનગર ચોલ તારાપુર બોઇસર મુમ્બઇ મહારાષ્ટ્ર ને ઝડપી પાડી, કંન્ટેનરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બહાર કાઢી ગણતરી કરતા વિદેશીદારૂની પેટી ૯૫૦, કુલ બોટલ નંગ -૪૫૬૦૦ કુલ કિ.રૂા.૪૫,૬૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન- ૦૧, કિ.રૂા.૫,૦૦૦/- તથા કંન્ટેનર કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા ટેન્કરના કાગળોની ફાઈલ મળી કુલ કી.રૂ.૫૫,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળેલ છે.
વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ટીમ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી તરફની ટ્રેક ઉપર પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે, શ્રધ્ધા કાઠીયાવાડી હોટલના પાર્કીંગમાંથી કન્ટેનર નં.1IR-55-AE-7833 માંથી ડ્રાઈવર તોફિક ઉસ્માન મેવ રહે, રંગલા રાજપુર ૬૯, તા. ફિરોઝપુર ઝારકા જી. નુહ મેવાત હરિયાણા ને ઝડપી પાડી કંન્ટેનરમાંથી જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૨૮૫, કુલ બોટલ નંગ ૧૦૬૯૨ જેની કિ. રૂ.૨૩,૪૭,૯૬૮/- તથા પ્રવાહી ભરેલ પતરાના બેરલ નંગ- ૬૪, કીરૂ. ૩૨,૬૨,૪૬૪/- મોબાઇલ ફોન નંગ- ૧ કી રૂ.૫,૦૦૦/- તથા બંધ બોડીના કન્ટેનર કીરૂ. ૧૫,૦૦,૦૦૦/-તથા બીલ-બીલ્ટી કાગળો વિગેરે મળી કુલ કી.રૂ. ૭૧,૧૫,૪૩૨/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળેલ છે.
વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે વરસાડા ગામની સીમમાં ને.હા. નંબર- ૪૮ ઉપર ભરૂચ થી વડોદરા તરફ જતા ટ્રેક ઉપર મહાદેવ હોટલ પાસે રોડ ઉપરથી ટાટા ટ્રક કંન્ટેનર ગાડીમાં ડ્રાઇવર પુષ્પેન્દ્રકુમાર S/O ધારાસીંગ જેલાલસીંગ ગડરીયા રહે.સેમરી થાણા, રાજપુરા તા.ગુન્નોર જી.સમ્ભલ (ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડી કેન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ/બીયરની પેટી ૩૬૭ કુલ બોટલ નંગ-૮૮૦૮ કુલ કિ.રૂા.૧૧,૩૫, ૧૫૨/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂા. ૫,૦૦૦/- તથા કંન્ટેનર કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા કાગળોની ફાઈલ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૪૦,૧૫૨/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળેલ છે.
મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં દરમ્યાન બાતમી હકિકત આધારે એકસપ્રેસ વે ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપરથી એક અશોક લેલન કંન્ટેનર ગાડી નંબર RJ 11 GC 5395 માંથી બે ઇસમો (૧) ડ્રાઈવર સુનીલસીંગ કમલસીંગ ભકતરામ સીંગ રહે ઇમસોરા-૨, તા. ભવાર, જી.રીયાસી, થાણુ-અગનાસ, (જમ્મુ કાશમીર) (૨) બીજા ઇસમનું નામ કાદીરખાન રહીમબકસ ચૌહાણ (મુસલમાન) રહે.મહમદપુ,ર તા.જી.-નુહુ રાજય-હરીયાણા નાઓને ઝડપી પાડી કંન્ટેનરમાંથી ભારતીય બનાવટની બિયરની પેટી નંગ- ૫૧૧ કુલ બીયર નંગ-૧૨૨૬૪, કિ રૂ.૧૪,૯૧,૯૧૨/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કંન્ટેનર કિ. રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા કાગળોની ફાઈલ તથા સફેદ પાવરડર ભરેલ થેલી નંગ-૨૮૦ મળી કુલ રુપિયા- ૩૦,૦૧,૯૧૨/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા આવેલ છે.
આમ, વડોદરા ગ્રામ્ય જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંન્ચ ધ્વારા પ્રોહીબીશનની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા અર્થે સતત કાર્યરત રહી, છેલ્લા ર૪ કલાકના સમયગાળામાં કરજણ, વરણામા, મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ કુલ-૦૪ કંન્ટેનરોમાં સફેદ પાવડરની બેગો, તથા બેરલોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ભરેલ બોટલો/બીયરના ટીન મળી કુલ ર૧૧૩ પેટી જેમાં કુલ બોટલો નંગ- ૭૭૩૬૪ કી. રૂ.૯૫,૩૫,૦૩૨/- નો પ્રોહી મુદ્દામાલ તથા કંન્ટેનર-૦૪ તથા મોબાઇલ ફોન, વિગેરે મળી કુલ રૂ.૧,૭૮, ૨૨, ૪૯૬/- નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
– સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ ::-
(૧) શ્રી કૃણાલ પટેલ, પો.ઇન્સ. (૨) શ્રી પી.કે.ભુત, પો.સ.ઈ. (૩) શ્રી એસ.જે.રાઠવા પો.સ.ઈ. (૪) ASI કનુભાઈ (૪) HC દેવરાજસિંહ (૫) HC શકિતસિંહ (૬) HC સિધ્ધરાજસિંહ (૭) HC ભુપતભાઇ (૮) HC જીતેન્દ્રસિંહ (૯) HC ખોડાભાઈ (૧૦) HC ગજાભાઈ (૧૧) HC પ્રવિણસિંહ (૧૨) HC મેહુલસિંહ (૧૩) PC હરીચંન્દ્રસિંહ (૧૪) PC પ્રદીપસિંહ (૧૫) PC ચીરાગભાઈ (૧૬) PC વિનોદકુમાર (૧૭) PC જયદીપસિંહ
તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



