ગુજરાતતાજા સમાચાર

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા અને નેસડી ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાને એકત્રિત કરવા માટે ૧૧.૩૫ લાખના ખર્ચે યાંત્રિક સાઘનો ટ્રેકટર તથા ટ્રોલીનું લોકાર્પણ કરતા શ્રી કસવાળા

‘સ્વચ્છતા એ જ જીવન’ ને સાર્થક કરતા ધારાસભ્યશ્રી મહેશ કસવાળા
———

સાવરકુંડલા
સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જળવાઇ રહે અને લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તેવા શુભ ઉમદા હેતુથી સરકારશ્રીની વિવિધ યોજના પૈકી ૧૫માં નાણાપંચ જીલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧૧.૩૫ લાખ મંજુર કરાવી મોટા જીંજુડા અને નેસડી ગામે સફાઇના યાંત્રીક સાઘનો ટ્રેકટર તથા ટ્રોલી જનસેવામાં સમર્પિત કરવામાં આવ્યા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા,તાલુકા ભાજ૫ પ્રમુખ શ્રી હિતેશભાઇ ખાત્રાણી,તાલુકા પ્રચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મનુભાઇ ડાવરા,તાલુકા પંચાયતના સદસ્યશ્રી મુકેશભાઇ મહીડા તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ઇલાબેન નાકરાણી અને તાલુકા વિકાસ અઘિકારીશ્રી વાઘાણી તથા મોટા જીંજુડા ગામના સરપંચશ્રી પંકજભાઇ ઉનાવા,નેસડી ગામના સરપંચશ્રી કરશનભાઇ વઘાસીયા તથા તાલુકા પંચાયતના કર્મચારી અને જનતા ઉ૫સ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ સત્વ અટલધારાના ઇન્ચાર્જ જે.પી.હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

જે.પી.હિરપરા ”અટલધારા”
ધારાસભ્યશ્રીનું કાર્યાલય સાવરકુંડલા

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button