ગુજરાતતાજા સમાચાર

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને ૧૦૫ વર્ષ થયા. આજ પટાંગણમાં “પ્રાણજીવન વિદ્યાર્થી ભવન” આવેલું છે, જેને સો વર્ષ પૂરા થયા નિમિત્તે ખૂબ જ સક્રીય એવા કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલે ચૌદ દિવસ સુધી વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આજે સમાપન દિવસ નિમિત્તે જવાનું થયું.

પ્રાણજીવન મહેતા લંડનમા બેરીસ્ટર હતા, વેપાર પણ કરતા, પ્રખર દેશભક્ત હતા. પૂજ્ય બાપુ સાથે કામ કરતા અને બાપુ ભારત આવીને આઝાદીની ચળવળ કરે તેવો આગ્રહ રાખતા. બાપુએ ભારત આવ્યા પછી વિદ્યાપીઠની સ્થાપના કરી અને આજ પટાંગણમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની શરૂઆત કરી, જેમાં પૂજ્ય મોટા સહિત ખૂબ મોટા ગજાના મહાનુભાવો રહ્યા, ભણ્યા અને દેશ ભક્તિની ચળવળમાં ભાગ લીધો.
આજના દિવસને ઐતિહાસિક દિવસ જણાવીને મેં કહ્યું કે આ ભવન નથી, દેશભક્તિનુ મંદિર છે. ગાંધીજીને પસંદ સાદગી અપનાવીએ, સામાજીક સમરસતા માટે પ્રયત્નશીલ રહીએ અને સનાતન ધર્મનું પાલન કરી રક્ષા માટે હંમેશ તૈયાર રહીએ. આજકાલ ગાંધી વિચારનું પાલન કરનારા કેટલાક લોકો સનાતન પરના હુમલા સમયે મૌન રહી શરમ અનુભવે છે.
વિદ્વાન ચિંતક અને લેખક ભદ્રાયુભાઈ વછરાજાનીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. એક સફાઈ કામદારના હસ્તે ધ્વજવંદન કરાવવા માટે કુલપતિ હર્ષદભાઈને અભિનંદન આપ્યા હતા. પ્રાણજીવન નૃત્ય નાટીકા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની અદભૂત પ્રસ્તુતિ માટે વિદ્યાર્થી ભાઈ-બહેનોને અભિનંદન આપ્યા હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button