શ્રી આર.જે.એચ. હાઇસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

શ્રી આર.જે.એચ. હાઇસ્કૂલ, ઢસા જંકશનમાં ૭૬માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા પ્રાપ્ત મળે તે હેતુથી ધ્વજવંદન વિધિ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત વિવેકાનંદ ક્વીઝમાં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારનાર શાળાના ધોરણ-૧૨ના વિદ્યાર્થી ધ્યેય વ્યાસ દ્વારા કરાવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ અને દેશ ભક્તિનો માહોલ ઉભો કરતી કૃતિ રજૂ કરવામાં આવી હતી. શાળા દ્વારા રાજ્યકક્ષાની, જીલ્લા તથા તાલુકા કક્ષાની રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને તથા યુવા ઉત્સવ અને કલા મહાકુંભ જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઝોન, જીલ્લા અને તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના એન.એસ.એસ. યુનિટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી ડૉ. જી.બી. હેરમાં સહિતના શાળાના કર્મચારીઓ અને ગ્રામજનો તથા આજુબાજુના ગામના રક્તદાતાઓએ રક્તદાન કરી કુલ ૭૬ યુનિટ જેટલું રક્ત ભાવનગર બ્લડ બેંકને અર્પણ કરી માનવતા અને સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું હતું.



તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



