સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જીલ્લા ભાજપા દ્વારા તા.22/01/2025, મેઘાણી ઓડિટોરિયમ ખાતે પ્રદેશ ભાજપા મંત્રીશ્રી રઘુભાઈ હુંબલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ અગ્રણી શ્રીમતી પલ્લવીબેન ઠાકર દ્વારા જીલ્લા ભાજપા અપેક્ષિત આગેવાનો, તાલુકા મંડલને સંબોધન કર્યું.

સંવિધાન ગૌરવ અભિયાન
જીલ્લા ભાજપા ભાવનગર દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી આર.સી.મકવાણાની અધ્યક્ષતાંમાં તેમજ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના માનમાં પંચતંત્ર નિર્માણ સાથે ભાજપા રાષ્ટ્રીય બંધારણ ગૌરવ અભિયાન જીલ્લા ભરમાં તા. 11 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી 2025 દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.
જીલ્લા ભાજપા દ્વારા તા. 25 જાન્યુઆરી 2025 જીલ્લા પંચાયતની 40 સિટમાં એક દિવસે, એક સમયે બંધારણ ગૌરવ અભિયાન 40 વકતાઓ બંધારણ સભા ડૉ.બાબાસાહેબજીનું રાષ્ટ્રમાં અનન્ય યોગદાન, ઇતિહાસની યશોગાથા રજૂ કરી સંબોધન કરશે.
આ અંગે જીલ્લા ભાજપા મહામંત્રીશ્રી સીપી સરવૈયા, શ્રી ભરતભાઇ મેર, શ્રી રાજેશભાઈ ફાળકી, શ્રી રાજુભાઇ બાબરીયા, શ્રી ડૉ. મનહરભાઇ બલદાણિયા, શ્રી પીટી રાઠોડ તેમજ શ્રીમતિ ધર્મીષ્ઠાબેન ત્રિવેદી આ કાર્યક્રમો અંગે મોટી જહેમત ઉઠાવી રહ્યા છે.
મેઘાણી ઓડિટોરિયમ ખાતે પ્રદેશ ભાજપા અગ્રણી પલ્લવીબેન ઠાકરે કોંગ્રેસે આઝાદી કાળથી ડૉ.બાબાસાહેબ આંબેડકરજી સાથે થયેલ ઘોર અન્યાય બંધારણમાં 75 દેશ વિરોધી સુધારા સહિત ઇન્દિરાજી સુપ્રીમ કોર્ટના ચુકાદાને અવગણી દેશ ઉપર 1975માં કટોકટી, આપાતકાળ લાદી લોકશાહીની કૃર હત્યા કરી હતી પ્રેસ ઉપર સેન્સરશીપ લાદી, રાજકીય આગેવાનો પત્રકારો દેશભક્ત 1 લાખ લોકોની મિસા કાનૂન અંતર્ગત 2 વર્ષ જેલવાસ ની સજા કરી.
ડૉ. આંબેડકરજીને સંસદીય ચૂંટણીમાં હરાવવા જવાહરલાલ કોંગ્રેસનું કાવતરું જગજાહેર છે.ગાંધી પરિવારે પોતાની હયાતીમાં પોતે ભારત રત્ન મેળવી લીધા દેશભકતોને બાકાત કર્યા.
1990 માં વીપી સરકાર ભાજપના ટેકાથી બનેલ સરકાર સમયે અટલજીના સૂચનાથી ડૉ.આંબેડકરજીનું સંસદભવનમાં બનેલ ચલચિત્રનું આયોજન થયું.
પ્રધાનમંત્રીએ શ્રી મોદીજી બનતાજ ડૉ.આંબેડકરજીના જન્મ થી ઈંગ્લેન્ડમાં અભ્યાસ નાગપુર –મુંબઈ- દિલ્લી- મધ્યપ્રદેશ માં ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના માનમાં પંચતીર્થ નિર્માણ ની સાથે માન,પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ સ્થાને દેશભરમાં ઈતિહાસિક કાર્યો સતત થઈ રહ્યા છે એ અનુસંધાને ટોપ ટુ બાટમ ભાજપા રાષ્ટ્રીય પ્રોગ્રામ અંતર્ગત ડૉ.બાબાસાહેબ આંબેડકર યશોગાથા દેશભર સહિત ભાવનગર જીલ્લાના 40 જિલ્લા પંચાયત સીટમાં તા 25/01/2025 ના રોજ એક દિવસે, એક સમયે ડૉ.બાબાસાહેબ આંબેડકરજી યશોગાથા બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમો થશે તેમ જિલ્લા ભાજપા પ્રવકતા મીડિયા કન્વીનર શ્રી કિશોરભાઇ ભટ્ટ ની અખબાર યાદીમાં જણાવાયું છે.




તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



