ગુજરાત સરકારના રોડ શેફટી સ્લોગન અંતર્ગત આજરોજ બોટાદના ગઢડા ડેપો ખાતે માર્ગ અકસ્માત નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવયુ હતું

આર.ટી.ઓ અધિકારીશ્રી ડી. કે. ચાવડા સાહેબ તથા ઇન્સ્પેક્ટર શ્રી જે. એસ રાઠોડ સાહેબ, બોટાદ ખાસ ઉપસ્થિત રહેલ હતા, તથા ગઢડા ડેપોના ડ્રાયવર, કંડકટર કર્મચારીઓને માર્ગ અકસ્માત નિવારણ અંગેનું વિશેષ માર્ગદર્શન પૂરું પડેલ હતું, તથા “નો” અકસ્માત, અને સારા કે,એમ,પી,એલ, લાવવા બદલ ગઢડા ડેપોના કર્મચારીઓને નિગમ દ્વારા પ્રોત્સાહન ઇનામની રકમ ફાળવતા, આ રકમ માન્ય ત્રણેય સંગઠનની સર્વ સંમતીથી ડેપોના તમામ કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે, પાણીની બોટલ, ટીફીન, અને બેગ સ્વરૂપે વિતરણ કરેલ હતું, તથા ડેપો મેનેજર શ્રી એમ કે રાઠોડ સાહેબ દ્વારા પણ ડેપોના કર્મચારીઓને અકસ્માત નિવારણ અંગે કાળજીપૂર્વક ફરજ બજાવવા સૂચનો કરેલ હતા, આ પ્રસંગે વહીવટી સ્ટાફ, ટ્રાફિક સુપરવાઈઝર, મિકેનિક સ્ટાફ, અને ડ્રાયવર કંડકટર કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા




તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



