ગુજરાતતાજા સમાચાર

ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મશીન કટ પીસ્ટલ તથા કારતુસ નંગ-૨ સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય

લોકલ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ગ્રામ્ય

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી જીલ્લામાં આવી અસમાજીક પ્રવૃતિ ડામી દેવાના હેતુસર પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલિયા સાહેબનાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લાના અધિકારીશ્રીઓને ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી અને એલ.સી.બી ટીમે બાતમીદારો કાર્યરત કરેલ તેના ફળસ્વરૂપે અ.હે.કો.પુષ્પરાજસિંહ ચુડાસમા નાઓને મળેલ ચોકકસ બાતમી આધારે ધંધુકા પો.સ્ટે. વિસ્તારના ધંધુકા ભાવનગર હાઇવે રોડ ઉપર તક્ષશીલા વિર્ધાપીઠ પાસેથી આરોપી (૧) પંચમભાઇ ઉર્ફે લલ્લા સ/ઓ બચ્ચુમભાઇ કુશવાહ હાલરહે- પાટણા, કુલદીપદાન ગઢવીના મકાનમાં તા-વલ્લભીપુર જિ-ભાવનગર મુળરહે-બરહાગામ તા-લહાર, અસબાર, ભીંડ (મધ્યપ્રદેશ) (૨) પીન્ટુ ઉર્ફે પ્રિન્સ મોહરસિંહ રાઠોડ હાલરહે-પાટણાગામ, કુલદીપદાન ગઢવીના મકાનમાં તા-વલ્લભીપુર જિ-ભાવનગર હાલરહે- બરહાગાંવ તા-લહાર જિ-ભીંડ (મધ્યપ્રદેશ)નાઓને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦૦/- તથા કારતુસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૨૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ

આ કામગીરીમાં એલ.સી.બી પો.ઇન્સ.શ્રી આર.એન. કરમટીયા, પો.સ.ઈ.શ્રી કે.એ.સાવલીયા, ASI દીલીપસિંહ પરમાર, HC અજયભાઇ બોળીયા, HC પુષ્પરાજસિંહ ચુડાસમા, HC પુથ્વીરાજસિંહ સીસોદીયા, PC વિશાલકુમાર સોલંકી, PC વિપુલકુમાર પટેલ, PC ઘનશ્યામસિંહ રાઠોડ, PC રઘુવીરસિંહ ચુડાસમા, વિગેરે નાઓ જોડાયેલ હતા.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button