ગુજરાતતાજા સમાચાર

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ્હસ્તે, માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સાહેબ રાજ્યના સાથી મંત્રીશ્રીઓ, મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ્હસ્તે, માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સાહેબ રાજ્યના સાથી મંત્રીશ્રીઓ, મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંદાજે રકમ ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં માણસા તાલુકાને જનસુખાકારીમાં વધારો કરતા વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા આ કાર્યોથી થનાર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના ગામે ગામ પાણી પહોંચાડતી સૌની યોજના, સુજલામ સુફલામ જેવી જળસંચયની યોજનાઓથી આવેલ આમૂલ પરિવર્તનની રૂપરેખા પણ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાતના વિકાસનો પતંગ વિશ્વના આકાશમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ માટેની પંચામૃત શક્તિ તેમજ જળસંચયના અનેકવિધ અભિયાનો, યોજનાઓ તથા પહેલથી નાગરિકોને મળેલ વોટર સિક્યોરિટી અંગે સૌને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે જ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭

Yuvrajsinh Puwar

Related Articles

Back to top button