ધોળકા મા તારીખ 12/1/25 ના રોજ ક્લીકુંડ વેપારી એસોસિએશન ની સાંજે 5 વાગે કલીકુંડ ખાતે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના વિષય માં મીટીંગ થઈ

ધોળકા મા તારીખ 12/1/25 ના રોજ ક્લીકુંડ વેપારી એસોસિએશન ની સાંજે 5 વાગે કલીકુંડ ખાતે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના વિષય માં મીટીંગ થઈ જે મીટીંગ મા વેપારી એસોસિએશન ના પ્રમુખ શ્રી ભુપત સિંહ ડાભી , ઉપ પ્રમુખ વિનય ભાઈ જોષી , મહામંત્રી ગૌરાંગ ભાઈ સોની , બટુક ભાઇ , વિપુલભાઇ ઠક્કર તથા મોટી સંખ્યા માં વેપારીઓ હાજર રહેલ .નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન દરેક વેપારી સાથ સહકાર આપશે.પોતાની દુકાનો પાસે સાફ સફાઈ રાખશે. ટ્રાફિક નિયમ નું પાલન પોતે અને પોતાના ત્યાં આવનાર ગ્રાહક ને પણ કરાવશે. રાહદારી ને ચાલવા માટેના ફૂટપાથ ખુલ્લા રાખવાના પ્રયાસ કરશે. દુકાન અને ફૂટપાથ વચ્ચે ની જગ્યા મા અડચન રૂપ બને એવી લારી-ગલા – રીક્ષા ને ઊભા રહેવા દઈશુ નહીં. તંત્ર ને પૂરે પૂરો સહકાર આપીશું. તેમજ તહેવારો ના દિવસો ચાલતા હોવાથી દબાણ ની કામગીરી અટકાવવામાં આવે એવી વિનંતી સાથે સ્વયં શિસ્ત રાખી ને ટ્રાફિક નો પ્રશ્ન સાથે રહી ને હલ કરીશું.એવી વેપારીઓએ કલીંકુડ વેપારી એશોસીએશન મા બાંહેધરી આપી છે.

તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- દુર્ગેશકુમાર પટેલ
મો. :- ૯૭૨૭૧૬૭૩૨૨



