આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા શહેર પોલીસ તંત્ર ની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન તેમજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને 920 પોલીસકર્મી ઓને આવાસ ની સુવિધા 13 માળના 18 બ્લોકસમા આકાર પામશે.
આ અધતન પોલીસ લાઇન મા 930 કાર પાર્કિંગ ની વ્યવસ્થા ધરાવતુ બેઝમેન્ટ, લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હારવેસ્ટિંગ સિસ્ટમ, સેલાર રુફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની સુવિધાઓ રહેશે.
જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ઘર આંગણે મળી રહે તેવા આયોજન માટે ટાવરમા 10 દુકાન ની વ્યવસ્થા રહેશે જેમાં રોજ બરોજની ચીજવસ્તુઓ જેમકે શાકભાજી, દૂધ , એ.ટી.એમ. , અનાજ દળવાની ઘંટી વિ. સુવિધાઓ મળી રહેશે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહ વિભાગ ના અધિક સચિવશ્રી, રાજ્યના DGPશ્રી, પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી, શહેર પોલીસ કમિશનરશ્રી, શહેરના સંસદસભ્યોશ્રી, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર તેમજ શહેરના ઊચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
રિપોર્ટર :- ફેસલ ટેલર
મો. :- ૭૯૯૦૪૩૩૪૯૯



