સ્મીમેર મેડિકલ કોલેજ – સુરતમાં સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજે, RSG (મિશન ભારત શક્તિ) દ્વારા સ્મીમેર મેડિકલ કોલેજ, સુરત ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ ડોક્ટરોને આધુનિક યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને ડ્રગ્સના દુષ્પ્રભાવ વિશે જાગૃત કરવાનો હતો.
સુરત સિટી પોલીસની SOG ટીમ, સ્મીમેર મેડિકલ કોલેજ અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સનું આ સંયુક્ત અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું. વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેયુર હેમંત ચાપટવાલાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાર્યું હતું.
આ પ્રસંગે સુરત શહેર ડ્રેનેજ સમિતિ ના ચેરમેન શ્રી કેયુરભાઈ , સંસ્થાના નેશનલ કો-ઓર્ડીનેટર વિજયકુમાર ખૂંટે સાયબર ક્રાઇમ વિશે અને સુરત પોલીસની SOG ટીમના શ્રી હિરેનભાઈ રબારીએ ડ્રગ્સના દૂષણ વિશે વિશેષ માહિતી આપી હતી.
સુરત સમીમેર મેડિકલ કોલેજના ડીન ડો. દીપક સર અને ડો. જોષી સર તેમજ તેમની ટીમનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે.
આ કાર્યક્રમના સફળ સંચાલન માટે RSG ગુજરાત સ્ટેટ ટીમના પ્રતિક મિસ્ત્રી અને રોશન પટેલનો ખાસ આભાર માનવામાં આવે છે.
મુખ્ય મુદ્દાઓ:
* આધુનિક યુગમાં સાયબર સુરક્ષાની જરૂરિયાત
* ડ્રગ્સના દુષ્પ્રભાવ અને તેનાથી બચવાના ઉપાયો
* યુવાનોને સુરક્ષિત સમાજ બનાવવા પ્રેરણા
આ કાર્યક્રમના માધ્યમથી:
* વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અને ડ્રગ્સથી સાવધાન રહેવા માટે જાગૃત કરવામાં આવ્યા.
* ભાવિ ડોક્ટરોને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રેરિત કરવામાં આવ્યા.
* સુરત શહેરમાં સાયબર સુરક્ષા અને ડ્રગ્સ વિરોધી અભિયાનને મજબૂત બનાવવામાં આવ્યું.
આવા કાર્યક્રમો સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રભાવશાળી માધ્યમ છે ત્યારે આયોજકો RSG ના ગુજરાત પ્રમુખ નયનાબેન પ્રજાપતિ, RSG ના ગુજરાત ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિકભાઇ મિસ્ત્રી, RSG સુરત ના બોર્ડ મેમ્બર રોશનભાઈ પટેલ, RSG સુરત ના બોર્ડ મેમ્બર પ્રેરકભાઈ પુરોહિત, અધિકારીઓ એ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમ એક સંદેશો આપે છે કે આપણે સૌએ મળીને એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજ બનાવવા માટે કામ કરવું જોઈએ.




