સમસ્ત ખુંટ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા પાંચમાં સ્નેહમિલનની ઉજવણી દિકરી પુજન અને વડિલ વંદના કરીને પારંપરિક વારસાની થિમમાં કરવામાં આવી

સમસ્ત ખુંટ પરિવાર સુરતના યુવાનો પરિવારની એકતા અને આર્થિક મજબુતિ હેતુથી વર્ષ દરમ્યાન કાર્યશીલ રહે છે અને દર વર્ષે સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમના માધ્યમથી પણ સમાજને પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવે છે.
આ વર્ષે પણ પાંચમાં સ્નેહમિલન સમારોહ ને વારસા રૂપે ઉજવવામાં આવ્યુ હતુ. જેમા 40-50 વર્ષ પેલાની કણબી સમાજની ઝાંખી થતિ હતી. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ હેતુથી તથા મહિલાઓનો વેપારનો વ્યાપ વધે તે હેતુથી એક્સપોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત રક્તદાન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પનુ આયોજન થયુ હતુ.
હાલના સમયાનુસાર સૌથી જરૂરી જનજાગૃતિની જરૂર જણાય હોય તેવા કાર્યક્રમ સાયબર ક્રાઇમ જાગૃતિ માટેની કૃતિ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત દિકરી પુજન અને વડિલ વંદના જેવા કાર્યક્ર્મ કરીને સમાજને સંદેશો આપવામાં આવ્યો કે વડિલો આપણા વારસાના વાહકો છે. ઢળતી ઉમરે એમનુ જતન એ આપણી ફરજ છે. સાદાઇથી લગ્ન કરનાર દંપતિનુ સન્માન કરીને ખોટા ખર્ચ કે કુરીવાજો સામે જાગૃત થવા પ્રયત્ન આપ્યો હતો. વિશેષ ગૌરવ લઈ એવી વાત આજ સુધીમાં પ્રથમવાર આ 40-50 વર્ષ પેલાના કણબીકુળના ડ્રેસ કોડ, પ્રદર્શન, મહાઆરતી અને કાર્યક્રમના આધારે રાષ્ટ્રીય સેવા પુરસ્કાર સમિતિએ નિરીક્ષણ કરીને ‘બેસ્ટ કલ્ચરલ એવોર્ડ’ આપ્યો હતો. જે માટે રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઇડસના નેશનલ ચીફ કમિશ્નર ડો. અમિતકુમાર રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત ખુંટ પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ વિજય ખુંટ જણાવે છે કે વારસાને ઉજવણી કરવી એ અમારા માટે ગૌરવની વાત છે. અમે થોડી કલાકો અમારા વડિલોની પરંપરાને જીવ્યા હોય એવો અહેસાસ થયો છે. આ પરંપરાને ધબકતિ રાખવા અમારો કાયમ પ્રયત્ન રહેશે.




